આફતાબી સ્વાગત

આજ્વાસ ”શફક” નો…

 ગુર્જરી વેબ જગતનાં ઘણાં ઝળહળતાં સૂર્યો વચ્ચે હું, કાંક્ષિત મુન્શી, “શફક” નો અજ્વાષ તરતો મુકું છું.

“શફક” એટલે કે, કિરણો, સૂર્યનાં કિરણો, અને મારી કવિતા એટલે સાહીત્ય રૂપી સુર્ય ની આફતાબી શફક. આ બ્લોગ દ્વારા આપણે માણીશું ગીત, ગઝલ, નઝ્મ અને એવાં અનેકવિધ પ્રકારોનો મખમલી અજ્વાષ.  

ફુલ નહીં તો ફુલની પાંખડી, તેમ જ સૂર્ય નહીં તો સૂર્યનાં કિરણોથી મા ગાયત્રી આપણાં સહુનાં જીવનને પ્રજ્વલીત કરે તેવી આશા સાથે આ બ્લોગ વેબ જગતનાં વિશાળ નભમાં રમતો મુકુ છું.

 આપનાં પ્રતિભાવો સદૈવને માટે આવકાર્ય છે

લી….

કાંક્ષિત મુન્શી “શફક”