ગઝલ સંચય

ગઝલ સંચય

ગઝલ લેખન, કવન, અને પઠનમાં ગુજરાતી ભાષાનો ફાળો અપાર છે. ઘણાં દાયકાઓથી ગુજરાતી ભાષા ગઝલ લેખનને કંઇક નોખું-કંઇક અલાયદું એક નવા વિચાર; એક નવા શાયરને રૂપે સમર્પિત કરતી રહી છે. શાયદા સાહેબથી શરૂ કરી તમામ નવોદિત કવિઓ ગઝલ ગુર્જરીને સીંચી રહ્યા છે.

ગઝલ સંચય દ્વારા આપણે સહુ ગુજરાતી ગઝલોનાં તમામ જાણકારોને જાણવાની કોશિશ કરીશું. તો મિત્રો “ગઝલ સંચય” હેઠળ આપણે માણીશું ગુર્જરી ગઝલના ઝળહળતા સૂર્યોનો અજવાસ.

પ્રથમ અંક સમર્પિત છે “ગુજરાતના ગાલિબ”ને…

” ડૂબી છે નાવ અમારી જઇને ક્ષિતિજ પર,
દુનિયાનો છે ખયાલ કે પાર ઉતરી ગઇ…”

અબ્બાસ અબ્દુલઅલી વાસીનો આ શેઅર તેમનાંમાં વસેલાં ‘મરીઝ’ની વાસ્તવિકતાને પૂરેપૂરી વર્ણવી દે છે. દુનિયા જેને ગઝલ લેખનનો કલંદર સમજી બેઠી તે ‘મરીઝ’ પોતાના અંગત જીવનની નાવ ક્ષિતિજે જ અલોપ કરી ગયા. શેઅરમાં એ મોઘમ દમ છે કે તેની પાછળનાં દર્દનો સ્ત્રોત કદાચ જ કોઇ શોધવા મથે.

નામઃ અબ્બાસ અબ્દુલઅલી વાસી
ઉપનામઃ મરીઝ
વતનઃ સુરત
જન્મઃ ૨૨/૨/૧૭
નિર્વાણ: ૧૯/૧૦/૮૩

મરીઝ ના શેઅર ગઝલ ચાહકો માટે વેદ કે પુરાણના શ્લોક સમાન છે. ખુદ મરીઝ જાણે કે પોતાની ખરી કદર કરતા હોય તેમ કહે છે,

“જ્યારે કલા કલાનું જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.”

“કલા” અને “કવિતા લેખન” આ બન્ને બાબતનો સમન્વય ન થાય ત્યાં લગી કવિતા સર્વવ્યાપી ન બને. એક ખૂબ જ સરળ શેઅરથી મરીઝ સાહેબ આ બાબત આપણને સમજાવે છે. કલા તે કવિતાનું આત્મરૂપ છે, શબ્દ, છંદ તે કવિતાના દેહરૂપ છે.

કવિતાના દેહરૂપને માણવા તેની ભીતરનાં આત્મરૂપને નીરખવું પડે છે અને જ્યારે એક કવિતાનું આત્મરૂપ પ્રજ્વલિત થાય ત્યારે તેના શબ્દોમાં સહુ કોઇને પોતાના હ્રદયના ભાવ વંચાય છે.

દરેક કવિની એક અગમ ચાહના હોય છે કે તેની કવિતા દરેક વાંચકના મનનો વિચાર બને. અને તે શકય બને છે જ્યાં કવિતા, કવિતા મટી કલા બની જાય છે અને કલા કલાથી વધી જીવન બની જાય છે….. આ જ કલાનું હાર્દ સમજાવતાં મરીઝ કહે છે કે,

“કલાનું હાર્દ ફક્ત હોય છે નિખાલસતા,
એ દાસ્તાન હો દિલની કે હો નજર બાબત.”

નિખાલસતાની સમજ કદાચ મરીઝથી વધુ સારી રીતે કોઇ પણ શાયર ન આપી શકે. શેઅર એવા કે જે નરી વાસ્તવિકતા વર્ણવે, વાત કે જે મનમાં હોય તે કલમ વાટે સીધી કાગળમાં ઉતરે. શેઅરનાં કાફિયા* સામે જોઇએ તો શાયરની મર્મસ્પર્શી લાગણી પ્રતીત થાય છે.

દિલ તથા નજર વચ્ચેનો તફાવત પણ ધ્યાનમાં લેવા જેવો છે. વાત ઊંડી હોય કે સપાટી પરની પણ નિખાલસતાથી કહેવાય ત્યારે કલા બની જાય છે. આગળ વધતાં ગઝલ સમ્રાટ મરીઝ જણાવે છે કે,

“હ્રદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.”

વાત થઇ છે રક્ત ની, આઁસુ ની અને ગઝલ ને તરબતર કરવા ની, મરીઝ સહેબ જે રીતે તેમના દર્દ ને અદ્દલ સરળતા થી કહી દે છે, તે કદાચજ બીજા કોઇ કરી શકે. કાફિયા મા મરિઝ ની કારીગરી નો બેનમૂન નમુનો જોવા મળે છે. પ્રાસ્ મેળવવા બાબત મરીઝે જે કવન રજૂ કર્યુ છે તે નોધ માંગી લે તેવુ છે..

દરેક નવોદિત ને જાણે મરીઝ સ્વયમ સમજાવી રહ્યા છે કે ગઝલ ને જો બાબત થી તરબતર કરવી હો તો તેમા હ્રદય નુ દર્દ અને નયન નાં ઝરણ નો નિચોડ હોવો જરુરી છે..
નિખાલસતા થી કહેલા દરેક શબ્દ સ્વયમ જગત નુ નિવેદન બની જશે…

વાત ફરીનિખાલસતા પર આવી ઉભી રહી જાય છે.. જાણે કે મરીઝ પોતાના પ્રિય સર્જન થકી સૌને બાંહેધરી આપતા રહ્યા ન હોય!

માણીએ મરીઝ સાહેબની એક મોહક રચના….

હુનર બાબત

હવે ગમે તે કહે કોઇ આ હુનર બાબત,
કહી રહ્યો છું હું મારી સમજથી પર બાબત.

કલાનું હાર્દ ફક્ત હોય છે નિખાલસતા,
એ દાસ્તાન હો દિલની કે હો નજર બાબત.

હ્રદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.

પ્રવાસ એકલો કરજે પણ એનો સાથ ન લે,
જે પહેલાં જાણવા ચાહે બધું સફર બાબત.

હવે ખયાલમાં એના નહિ વસી હું શકું,
કે એ ખયાલમાં રાખે છે મારી હર બાબત.

એ મારું કામ કરે છે બહુ ઉમંગની સાથ,
કંઇક વિચારી રહ્યો છું હું નામાબર બાબત.

નવી જ દુનિયા રચે છે હકાર હો કે નકાર,
છે એના બન્ને જવાબો મહાનતર બાબત.

ઘણા વરસ પછી આવી છે એટલી હિંમત,
કે એ કહે છે મને એના ખાસ ડર બાબત.

હવે જો ઘર ન રહ્યું, તો કરે છે કેમ વિલાપ?
તનેય ક્યાં હતી પરવા ‘મરીઝ’ ઘર બાબાત

ગઝલ ના મક્તા* સાથે એક ભાવુક પ્રસંગ સંક્ળાયેલો છે..

મરીઝ નુ પ્રથમ સન્માન ૬૦ના દાયકા ના અંતમાં થયું હતું. જેનો હેતુ તે પૈસામાંથી ઘર લેવાનો હતો. પ્રતિસાદ ભરપૂર મળ્યો, સારી એવી રકમ જમા થઈ પણ તે મરીઝ સુધી ન પહોંચી ત્યારે મરીઝે પોતાની જ આગવી શૈલી માં લખી કાઢ્યુ…

હવે જો ઘર ન રહ્યું, તો કરે છે કેમ વિલાપ?
તનેય ક્યાં હતી પરવા “મરીઝ” ઘર બાબાત …

મરીઝ અને તેમના વિચારો વિષે વધુ આવતા અંકે….

ગઝલ સંચય:

રદ્દીફ – કાફિયા: બે મિસરા નો એક શેઅર બને, શેઅર ની પ્રથમ કડી ને રદ્દીફ કહેવાય છે, જ્યારે કે તેની પૂરક એવી બીજી કડી ને કાફિયા કહેવાય છે

મક્તા: ગઝલ ના આખરી શેઅર ને મક્તા કહેવાય છે. મક્તા મા શાયર પોતાના નામ અથવા તખ્લ્લુસ ને દર્શાવે છે. It is like a signature note of the Shayar

Advertisements

8 thoughts on “ગઝલ સંચય

  1. It is a great feeling going through entire poetries and ghazals really

    shabdo ni suravali maa thi kaik shabdo aamaj ojhal thai gaya
    shodhi shodhi ne thakya pan jyare malya tyare ghazal thai gaya

  2. Kankshit, gazal na shabdo jevake makta,raddif vagere mathani uparthi nikli jata hata, parantu taru aa paglu khub j prasasniy chhe aanathi vachak gazal samji ne mani ne pachhi j Like karto thashe. emneem karva purtu j Like nahi kare.

  3. Nikhalasta thi kahu to ekk ekk shabd ekk kalpana sarje 6e….. ne ee kalpana koi ni yaad…. ee yadd ek savapn sarje 6e…..pa6i ee j fariyaaddd….java do ee man no uuchat….. pan boss gazal 6e khare khar Jordar……

  4. This is something very much interesting boss. I am very much suprised to note that even after such a hectic schedule in office how could you spare this much of time for this work. Amazing……………. Satyan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s